Wednesday, January 15, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં પીજીવીસીએલના લાઈન ઈન્સ્પેકટરની બેદરકારીથી કર્મચારીનું મોત

જામનગરમાં પીજીવીસીએલના લાઈન ઈન્સ્પેકટરની બેદરકારીથી કર્મચારીનું મોત

છ માસ પહેલાં વર્ધમાનગર વિસ્તારમાં બનાવ : કામ કરતા સમયે ઈલેકટ્રીક આસી.નું મોત : લાઈન ઈન્સ્પેકટર વિરૂધ્ધ બેદરકારીની ફરિયાદ

- Advertisement -

જામનગર શહેરમાં ઠેબા ચોકડી નજીક વર્ધમાનનગર વિસ્તારમાં છ માસ પૂર્વે રીપેરીંગ કામ કરતા સમયે ઈલેકટ્રીક આસીસ્ટન્ટ યુવાનનું બેદરકારીના કારણે અકસ્માતે મોત નિપજ્યાના બનાવમાં આખરે પોલીસે ગુનો નોેંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ઠેબા ચોકડી નજીક વર્ધમાનનગર વિસ્તારમાં 30 ડિસેમ્બરના રોજ બપોરના સમયે ઈલેકટ્રીક લાઇનમાં રીપેરીંગ કરતા સમયે ઈલેકટ્રીક આસી. મહેશ મકવાણાનું મોત નિપજ્યાના બનાવમાં આ અકસ્માત લાઈન ઈન્સ્પેકટરની બેદરકારીના કારણે થયો હોવાનું ખુલ્યું હતું. જેમાં લાઈન ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા ખુમાનસિંહ રામસિંહ રાઠવા એ તેની ફરજ દરમિયાન બેદરકારી દાખવી 66 કેવી હાપા સબ સ્ટેશનમાં ફોન કરીને 11 કે.વી. કૌશલનગર ફિડરલાઈન બંધ કરાવવાને બદલે 11 કે.વી. લાલવાડી ફિડરલાઈન બંધ કરાવી તેમજ આ લાઈનમાં પાવર બંધ છે કે કેમ ? તે અંગેની કોઇપણ જાતની ચકાસણી કરાવ્યા વગર અને સેફટીના સાધનો પહેરાવ્યા વગર ઈલેકટ્રીક કામ કરાવતા આસીસ્ટન્ટનું મોત બેદરકારીના કારણે નિપજ્યું હતું. જેથી આ અંગે કર્મચારી જયપાલસિંહ જાડેજા દ્વારા લાઈન ઈન્સ્પેકટર ખુમાનસિંહ રાઠવા વિરૂધ્ધ ફરજમાં બેદરકારીની ફરિયાદ સિટી એ ડીવીઝનમાં નોંધાવામાં આવી હતી. જેના આધારે પીએસઆઈ એન.વી. હરિયાણી તથા સ્ટાફે આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular