ગુજરાતમાં 20 ઓકટોબર બાદ ગમે ત્યારે વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઇ શકે છે. 16 ઓકટોબરથી ડેપ્યુટી ઇલેકશન કમિશનર પાંચ દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહયા છે. ચૂંટણી તૈયારીઓની આકરી સમીક્ષા કર્યા બાદ 20મીએ તેઓ દિલ્હી પરત ફરશે. જયાંથી ગુજરાત ઇલેકશનની જાહેરાત કરવામાં આવશે.
આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ બાદ ભારતના મુખ્ય ચૂંટણી પંચના ગુજરાત સ્થિત મુખ્ય ચૂંટણી અધિકારી- સીઇઓએ જિલ્લા સ્તરે ચૂંટણીની આખરી તૈયારીની સમિક્ષા આરંભી છે. આ શ્રૃંખલામાં દિલ્હી સ્થિતનાડેપ્યુટી ઇલેક્શન કમિશનર- હૃદેશકુમાર 16મી ઓક્ટોબરથી સંળગ પાંચ દ્વિસ ગુજરાતમાં રહેશે. આથી, 20 ઓક્ટોબર બાદ એકાદ સપ્તાહ દરમિયાન 15મી વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ શકે છે.
વર્ષ 2017માં 14મી વિધાનસભાની રચના માટે 25 ઓક્ટોબરના રોજ ચૂંટણી જાહેર થઈ હતી. એ વખતે દ્વાળી અને ગુજરાતી નવ વર્ષના તહેવારો પૂર્ણ થઇ ચૂક્યા હતા. આ વખતે દિવાળી 24મી ઓક્ટોબરે અને ગુજરાતી નવ વર્ષ 26મી ઓક્ટોબરે છે. આથી, તહેવારો પૂર્વે ચૂંટણીની જાહેર થાય તેવી સ્થિતિમાં આચાર સંહિતાનો અમલ ચૂંટણી સંચાલન તંત્ર માટે 5ડકાર સર્જી શકે છે. આ સ્થિતિ વચ્ચે 16 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર એમ સળંગ પાંચ દિવસ માટે ગુજરાતમાં ચૂંટણીની આખરી તૈયારીઓ, મતદાન મથકો, સંચાલન સ્ટાકની વ્યવસ્થા તેમજ મુક્ત અને ન્યાયી ચૂંટણી થઇ શકે તેની સમીક્ષા માટે ઇસીઆઇ ફરીથી ડીઇસી હદેશકુમાર પાંચ દિવસ માટે આવી રહ્યા છે. પાંચ દિવસ દરમિયાન તેઓ ગુજરાતના ચારેય ઝોનમાં જિલ્લા સ્તરે વહીવટી તંત્ર સાથે બેઠક યોજીને આખરી તૈયારીઓનું રૂબરૂ નિરીક્ષણ કરશે. 20 ઓક્ટોબરની સાંજે તેઓ દિલ્હી પરત જશે. ત્યાર પછીના છ થી સાત દિવસ દરમિયાન ગમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થઇ શકે છે. એમ જાણવા મળ્યુ છે.
ઉલ્લેખનિય છે કે, વર્ષ 2017માં 25 ઓક્ટોબરે જાહેર થયેલી ચૂંટણીમાં બે તબક્કે અર્થાત 9 મી ડિસેમ્બર અને 14મી ડિસેમ્બરે મતદાનની તારીખો જાહેર થઇ હતી. તે પૂર્વે 13મી વિધાનસભાની રચના માટે વર્ષ 2012માં ચોથી ઓક્ટોબરના રોજ ચૂંટણી જાહેર થઈ ત્યારે ઇસીના આ નિર્ણય સામે ભારે વિરોધ થયો હતો. કારણ કે, ચોથી ઓક્ટોબરની જાહેરાત બાદ ડિસેમ્બરની 15 અને 17 એમ બે તબક્કે મતદાનની તારીખો જાહેર થતા ગુજરાતમાં અઢી મહિનાથી પણ વધુ સમય સુધી આચાર સંહિતા અમલમાં રહી હતી.