ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી માટે આજે નવ બેઠકો પૈકીની બે બેઠકો બિનહરીફ જાહેર થતા સાત બેઠકો માટે રાજયમાં મતદાન યોજવામાં આવ્યું હતું. જેમાં જામનગર શહેર અને તાલુકાના મતદારો માટે નેશનલ હાઈસ્કૂલમાં આજસવારથી મતદાન કરવામાં આવી રહ્યું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સાત બેઠકો માટેની ચૂંટણીમાં સમગ્ર રાજ્યના શિક્ષકો માટે આજે મતદાન યોજવામાં આવ્યું છે. રાજ્યમાં નવ બેઠકો પૈકીની બે બેઠક બિનહરીફ થઈ હતી. જામનગર શહેર અને તાલુકાના સંચાલક મંડળના 73, આચાર્ય સંઘના 29 અને વાલીમંડળના 64 તથા શિક્ષક સંઘના 387 તેમજ બિનશૈક્ષણિક સંઘના શિક્ષકો દ્વારા આજે જામનગરની નેશનલ હાઈસ્કૂલમાં મતદાન કરવામાં આવશે.
રાજ્યની સાત બેઠકો માટે યોજાયેલા મતદાન બાદ આ ચૂંટણીની મત ગણતરી કરવામાં આવશે. જામનગરની નેશનલ હાઈસ્કૂલમાં મતદાન સમયે ડો તોસિફખાન પઠાણ, ઘનશ્યામસિંહ ઝાલા, દિવ્યેશભાઈ પટેલ, સતીશ કચ્છલા, મેહમૂદખાન પઠાણ, હરદેવસિંહ જાડેજા, રમીતભાઈ ચોવટિયા, શિશુપાલ સોઢા, છત્રપાલસિંહ, હિતેશ ચોથાણી સહિતના મતદાન સમયે ઉપસ્થિત રહ્યાં હતાં.