જામનગરના જાણીતા વેપારી જીમીતભાઈ દત્તાણી લોહાણા મહાપરિષદ સૌરાષ્ટ્ર (2) ઝોનના હાલાર રીજિયનના (જામનગર તથા દ્વારકા જિલ્લા) યુવા પ્રેસિડન્ટ તરીકે નિમણુંક કરવામાં આવ્યા છે. રઘુવંશી જ્ઞાતિની માતૃસંસ્થા લોહાણા મહાપરિષદ દ્વારા જીમીતભાઈ દતાણીને નિમણુંક કરવામાં આવી હતી. આ વરણીને જ્ઞાતિના આગેવાનો, કાર્યકરો તથા યુવાનોએ આવકારી તેમને શુભકામના પાઠવી હતી.