View this post on Instagram
જામનગર સ્થિત એમ.પી. શાહ કોમર્સ કોલેજના મેદાનમાં એક વૃદ્ધએ શંકાસ્પદ રીતે ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કોલેજના ચોકીદારે તેને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે વૃદ્ધ ફરાર થવાની કોશિશમાં બિલ્ડિંગ પર ચડી ગયો.
ભયભીત વૃદ્ધે બિલ્ડિંગના બીજા માળેથી નીચે કૂદી ભાગવાનો પ્રયાસ કર્યો, જેમાં તેને ગંભીર ઈજાઓ થઈ. ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને ઘાયલ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.


