દ્વારકાથી આશરે 24 કિલોમીટર દૂર ચરકલાથી મૂળવાસર ગામ તરફ જતા હાઈવે માર્ગ પર જી.જે. 10 સીએમ 6695 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા જામનગરના સોહમનગર વિસ્તારના રહીશ ધનસુખભાઈ ધનજીભાઈ ઠાકર નામના 53 વર્ષના બ્રાહ્મણ પ્રૌઢના મોટરસાયકલ સાથે કોઈ જાનવર ટકરાતા સર્જાયેલા અકસ્માતમાં ધનસુખભાઈને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પુત્ર જૈમીનભાઈ ઠાકર (ઉ.વ. 27, રહે. જામનગર)ની નોંધ પરથી દ્વારકા પોલીસે અકસ્માત મૃત્યુ અંગેની કાર્યવાહી કરી હતી.