જામનગરના રહીસ અને આશાપુરા કૃપા ફાઈનાન્સના નામની પેઢીથી ફરિયાદી જામનગરમાં નાણા ધીરાણનો વ્યવસાય કરે છે તેમજ આરોપી યાસીક યુનુસભાઈ હલવાડી પણ જામનગરના રહીસ હોય અને ફરીયાદી અને આરોપી બન્ને એક બીજાના પરીચયમાં હોય તેથી આ કેસના આરોપીએ ફરીયાદી પાસેથી નાણા ધીરાણના નીયમ મુજબ અંગત જરૂરીયાત માટે ફરીયાદી પાસેથી રૂપીયા લીધેલ અને તે પરત કરવામાં નિષ્ફળ જતા ફરીયાદીએ આરોપી વિરૂધ જામનગરની અદાલતમાં ફોજદારી કેસ નં 5476/2019 થી ગુનો દાખલ કર્યો હતો.
આ કેશમાં ફરીયાદી અને આરોપી વચ્ચે સમાધાન થયેલ અને આ કેશના આરોપીએ ફરીયાદીને સમાધાન પેટે ચેક આપેલ જે ચેકની મુદતે ફરીયાદીએ પોતાની લેણી રકમ મેળવવા ચેક જમા કરાવતા ચેક પરત ફરેલ અને ત્યારબાદ ફરીયાદી દ્વારા આ કેશ દાખલ કરવામાં આવેલ જે કેશમાં ફરીયાદી અને આરોપીના વકીલે પોત પોતાના બચાવ માટે આધાર પુરાવા રજુ કરેલ અને બન્ને પક્ષના વકીલોએ દલીલ કરતા નામદાર કોર્ટ દ્વારા બન્ને પક્ષે રજૂ કરેલ આધાર પુરાવા અને બન્ને પક્ષની દલીલ સાંભળયા બાદ ફરીયાદીના વકીલ મણીલાલ જે. કાલસરીયાની દલીલ ગ્રાહય રાખેલ અને આ કેસના આરોપીને બે વર્ષની સજા અને ફરીયાદની ડબલ રકમનો ડંડ ફટકારવામાં આવ્યો છે. ઉપરોકત કેશમાં ફરીયાદીના વકીલ તરીકે પટેલ એન્ડ પટેલ એસોસિયેશનના વિધવાન વકીલ મણીલાલ જી. કાલસરીયા અને હર્ષિત આર. સોલાણી રોકાયેલ હતા.