કાલાવડમાં માછરડા સોસાયટીમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા આઠ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.10,640 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર તાલુકાના વસઈ ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા ચાર શખ્સોને રૂા.10,340 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો કાલાવડમાં માછરડા સોસાયટીમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા પ્રફુલ્લ ઉગા સોંદરવા, પુંજા લાખા સોંદરવા, સામજી કુંભા સોંદરવા, હસમુખ હિરા સોંદરવા, મુકેશ રતા સોંદવરા, રામજી ચકુ ચંદ્રપાલ, બાવનજી દેવા પરમાર સહિતના આઠ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.10,640 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર તાલુકાના વસઈ ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા નરેન્દ્ર રતિલાલ ચૌહાણ, જગદીશ ગાંગા માતંગ, મોહન કારા પરમાર અને ખેરા કુંભા ચૌહાણ નામના ચાર શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.10,340 ની રોકડ અને રકમ ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.