Thursday, August 20, 2026
Homeરાજ્યહાલારરાવલસરમાંથી તીનપતીનો જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા

રાવલસરમાંથી તીનપતીનો જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા

જામનગર તાલુકાના રાવલસર ગામના વાડી વિસ્તારમાં સ્ટ્રીટલાઇટના અજવાળે તીનપતીનો જુગાર રમતા આઠ શખ્સોને પોલીસે રૂા. 1,02,300ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર તાલુકાના રાવલસર ગામના વાડી વિસ્તારના ચંદરિયા સ્કૂલવાળી શેરીમાં આવેલી ચારણનેસમાં સ્ટ્રીટલાઇટના અજવાળે તીનપત્તીનો જુગાર રમાતો હોવાની હે.કો. જિતેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ ગોહિલ, જયદેવસિંહ જાડેજા, પો.કો. કૃષ્ણપાલસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી આઇપીએસ પ્રતિભાના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પીઆઇ એ. એલ. બારસિયા, હે.કો. જિતેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ ગોહિલ, જયદેવસિંહ જાડેજા, પો.કો. કૃષ્ણપાલસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઇડ દરમ્યાન જયેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજા, લક્ષ્મણ રાજશી ગઢવી, રાયદે કેશુ કારિયા, વિશ્ર્વજિતસિંહ ગંભીરસિંહ જાડેજા, સિદ્ધરાજસિંહ અરવિંદસિંહ જાડેજા, અર્જુન પાલા તારિયા, રઘુવીરસિંહ જુવાનસિંહ જેઠવા, ધર્મેશ મેરામણ સાખરા સહિતના આઠ શખ્સોને પોલીસે રેઇડ દરમ્યાન રૂા. 1,02,300ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો જામનગરમાં નાગેશ્વર કોલોનીમાંથી જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં કિશન ધીરૂ પરમાર, મિલન ડાયા શિયાર, મિલન ધીરૂ શિયાર, વિમલ ભાવેશ બારિયા નામના ચાર શખ્સોને સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન રૂા. 11,120ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -

ત્રીજો દરોડો કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાંથી મોબાઇલ ફોનમાં લુડોનો જુગાર રમતા ફૈઝલ આરીફ પોપટપૌત્રા, ઇરફાન ઇકબાલ મુલતાની, આરીફ અકબર કાજી, દીપક પ્રફૂલ્લદાસ ગોંડલિયા નામના ચાર શખ્સોને કાલાવડ (ગ્રામ્ય) પોલીસે રૂા. 8750ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

ચોથો દરોડો લાલપુરના ધરારનગર વિસ્તારમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં અતુલ લધુ વાઘેલા, મુકેશ રામજી રાઠોડ, નિલેશ કારા રાઠોડ, સાહિલ વિજય કબીરા નામના ચાર શખ્સોને લાલપુર પોલીસે રૂા. 4750ની રોકડ અને ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

પાંચમો દરોડો જામજોધપુર તાલુકાના ગોરખડી ગામમાંથી જુગાર રમતાં જીતેશ નાથા વાદી, જીતેશ ભુરા ભંડેરી, ધરમશી ધના તાળા સહિતના ચાર શખ્સોને રૂા. 3150ની રોકડ રકમ સાથે શેઠવડાળા પોલીસે ઝડપી લીધા હતા.

છઠ્ઠો દરોડો ધ્રોલ તાલુકાના ધરમપુર ગામમાંથી જાહેરમાં તીનપતી રમતાં પ્રવીણ જેસીંગ રાઠોડ, સંજય ઉર્ફે પકો કાળુ પરેશા, દિનેશ ચના સોનારા, નરેશ શિવા પરેશા, રામા સોડા ચાવડિયા અને મનસુખ નાથા પરેશા નામના 6 શખ્સોને રૂા. 3010ની રોકડ અને ગંજીપના સાથે ધ્રોલ પોલીસે ઝડપી લીધા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular