દ્વારકા તાલુકાના ઓખામાં ગાંધી નગરી વિસ્તારમાં રહેતા ગફાર ભીખન તુરક નામના 50 વર્ષના સંધી મુસ્લિમ આધેડ દ્વારા પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી અને પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવીને રમાતા જુગાર પર પોલીસે દરોડો પાડી, આ સ્થળેથી ગફાર ભીખન તુરક, ભીખુ ખમીસા બોલીમ, મામદ અબ્બાસ ઘાવડા અને હનીફ ઇસ્માઈલ બોલીમ નામના પાંચ શખ્સોને ઝડપી લઈ, રૂા. 10,260 રોકડા તથા રૂપિયા 7,000 ની કિંમતના બે નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 17,260 નો મુદ્દા માલ કબજે કર્યો હતો. મીઠાપુર તાબેના સૂરજકરાડી વિસ્તારમાંથી પોલીસે ત્રણ મહિલાઓને ઝડપી લઇ, કુલ રૂ. 1,670 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.