જામનગર તાલુકાના હાપા ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા આઠ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.15960 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના હાપામાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા અશોક મનસુખ અઘેરા, શૈલેષ રમેશ ઝીંઝુવાડિયા, રોહિત મનસુખ અઘેરા, અશોકસિંહ સૂર્યવંશી, મનોજ ભુપત પંચાસરા, છગન જીણા રંગપરા, રાહુલ મોહન કટારિયા, ભગવાનજી જીણા રંગપરા સહિતના આઠ શખ્સોએ પોલીસે રૂા.15960 ની રોકડરકમ અને ગંજીપના સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


