Sunday, October 6, 2024
Homeરાજ્યગુજરાતઆઈશરે ઠોકર મારતા સાઇકલચાલક 50 ફૂટ સુધી ફંગોળાયો, મોત : હ્રદય કંપવનાર...

આઈશરે ઠોકર મારતા સાઇકલચાલક 50 ફૂટ સુધી ફંગોળાયો, મોત : હ્રદય કંપવનાર દ્રશ્યો CCTVમાં કેદ

- Advertisement -

નવસારી જીલ્લાના ખેરગામ તાલુકામાં ધરમપુર રોડ પર જીવલેણ અક્સ્માત સર્જાયો હતો. જેમાં એક પુરઝડપે જઈ રહેલ આઈશરે સાઈકલ ચાલકને અડફેટે લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. હૃદય થંભી જાય તેવી આ કરુણ ઘટના CCTVમાં કેદ થઇ છે.

- Advertisement -

ભૈરવી ગામના પેટ્રોલપંપ પાસે આ બનાવ બન્યો હતો. પીડિત વ્યક્તિ સાઇકલ પર નોકરી માટે જઈ રહ્યો હતો. અકસ્માત બાદ સાઇકલ ચાલકને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. . સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આઈસર ચાલકે બેફામ ઝડપે વાહન હંકારીને રસ્તાની બાજુમાં સાઇકલ લઈને જઈ રહેલા વ્યક્તિને ઉડાવ્યો હતો. આઇસરની ટક્કરથી સાઇકલ ચાલક 50 ફૂટ ફંગોળાયો હતો. અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ અકસ્માત નીપજાવી આઈશર ચાલક ફરાર થયો હતો અને તે વિરુધ ખેરગામ પોલીસ દફતરમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

- Advertisement -

ખેરગામ તાલુકાનું ભૈરવી ગામના ઝરા ફળિયામાં રહેતા ગુલાબ ભીખા પટેલ ગામમાં જ આવેલા પેટ્રોલ પંપ પર નોકરી કરે છે. સોમવારે સવારે તેઓ નોકરીએ જવા ઘરેથી નીકળ્યા હતા, ત્યારે બપોરે ખેરગામ ધરમપુર રોડ પર પર એક આઈશર ચાલકે તેઓને અડફેટે લેતા હોસ્પિટલમાં સારવાર દરમીયાન ગુલાબભાઈનું મૃત્યુ નીપજ્યુ હતું.

 

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular