Thursday, February 29, 2024
Homeરાજ્યગુજરાતરાજ્યમાં 1,31,454 આવાસોનું ઇ-લોકાર્પણ, ખાતમુહુર્ત

રાજ્યમાં 1,31,454 આવાસોનું ઇ-લોકાર્પણ, ખાતમુહુર્ત

- Advertisement -

વિકસિત ભારત, વિકસિત ગુજરાત અંતર્ગત રાજયના 182 વિધાનસભા ક્ષેત્રમાં પ્રધાનમંત્રીએ મોદીએ આજે વચ્યુર્અલી 1,31,454 આવાસોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુર્હુત કર્યુ હતું. જેનો મુખ્ય સમારોહ બનાસકાંઠાના ડીસામાં યોજાયો હતો. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ, સંસદસભ્યો પરબતભાઇ પટેલ, ભરતસિંહ ડાભી, બાબુભાઇ દેસાઇ ઉપસ્થિત રહયા હતા. આ ઉપરાંત રાજયના તમામ જિલ્લાઓમાં પણ સ્થાનિક કક્ષાએ લોકાર્પણનો વચ્યુર્અલ કાર્યક્રમ યોજાયો હતો.

- Advertisement -

પીએમ આવાસ યોજના અંતર્ગત ગુજરાતમાં રૂા. 2993 કરોડના ખર્ચે કુલ 1,31,454 આવાસોનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જે પૈકી જે આવાસો બનીને તૈયાર થઇ ગયા છે. તેમનું પ્રધાનમંત્રી મોદીના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જયારે આગામી સમયમાં બનનારા આવાસોનું ઇ-ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular