રાજસ્થાનના જેસલમેરમાં સૈન્યના પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં મિસાઈલ મિસફાયર થયાનો મામલો સામે આવ્યો છે. માહિતી અનુસાર શુક્રવારે સૈન્ય અભ્યાસ દરમિયાન ત્રણ મિસાઈલો મિસફાયર થઈ હતી. જોકે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિના નુકસાનના અહેવાલ મળ્યા નથી.
મિસફાયર થયેલી મિસાઈલોમાંથી બેનો કાટમાળ મળી આવ્યો છે પણ એક મિસાઈલ હજુ ગુમ છે. ડિફેન્સ પ્રવક્તા અમિતાભ શર્માએ આ ઘટનાની પુષ્ટી કરી હતી. તેમણે કહ્યું કે પીએફએફઆરમાં વાર્ષિક ફીલ્ડ ફાયરિંગ કરતા એક યૂનિટ દ્વારા મિસાઈલ મિસફાયર થવાની માહિતી મળી હતી. જોકે મિસાઈલ આકાશમાં જ સુરક્ષિત રીતે નષ્ટ થઈ ગઈ અને કાટમાળ આજુબાજુના ખેતરોમાં પડ્યો. આ ઘટનામાં કોઈપણ જવાન અને સંપત્તિને નુકસાન થયું નથી. આ મામલે તપાસ પણ હાથ ધરવામાં આવી છે.