જામનગરમાં બિપોરજોય વાવાઝોડાની સંભાવનાની પગલે જામનગર બાર એસો. દ્વારા તા. 12થી 15 જૂન સુધી કેસમાં જે તે સ્ટેજ જાળવી રાખવા ઠરાવ કરવામાં આવ્યો છે અને આ અંગે પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ એન્ડ જજને પણ રજૂઆત કરવામાં આવી છે.
જામનગર બાર એસો.ના હોદ્ેદારો તથા કારોબારી સભ્યોની મિટિંગ યોજાઇ હતી. જેમાં જામનગરમાં વાવાઝોડાની સંભાવનાના પગલે તા. 12 થી 15 જૂન સુધીમાં પક્ષકારો, વકીલો, અદાલતમાં હાજર રહી ન શકે તો તે વકીલો અને પક્ષકારોના કેસોમાં જે તે સ્ટેજ જાળવી રાખવા ઠરાવ કરવામાં આવ્યો હતો અને આ અંગે તમામ કોર્ટમાં જાણ કરવા જામનગર બાર એસો.ના પ્રમુખ ભરત સુવા, સેક્રેટરી મનોજ ઝવેરી તથા વા. પ્રેસિડેન્ટ ભરતસિંહ જાડેજા દ્વારા પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજને પણ જાણ કરાઇ છે.