Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયદારૂડિયાએ 100 નંબર પર કોલ કરી પોલીસ બોલાવી, બાદમાં કહ્યું બીયર લઇ...

દારૂડિયાએ 100 નંબર પર કોલ કરી પોલીસ બોલાવી, બાદમાં કહ્યું બીયર લઇ આવો

- Advertisement -

તેલંગાણામાં રહેતા એક દારૂડિયાએ મોડી રાત્રે ઈમરજન્સી નંબર 100 ડાયલ કરીને પોલીસને તાત્કાલિક બોલાવી અને કહ્યું કેટલાક શખ્સોએ તેના પર હુમલો કર્યો છે. માટે પોલીસ ત્યાં પહોચી તો દારૂડિયાએ પોલીસને તેના માટે બે બોટલ કોલ્ડ બીયર લાવવાનું કહ્યું હતું.

- Advertisement -

તેલંગાણામાં રહેતા મધુ નામના એક શખ્સે નશાની હાલતમાં ડાયલ 100 પર ફોન કર્યો અને ઈમરજન્સી ફોન કરીને પોલીસને બીયર લાવવાનો આદેશ આપ્યો! જ્યારે પોલીસે આ શખ્સને આમ કરવાનું કારણ પૂછ્યું, ત્યારે તેણે દલીલ કરી કે પોલીસ જરૂરિયાતમંદ લોકોને મદદ કરે છે, અને તેને બીયરની જરૂર છે. રાત્રીના સમયે બધી દુકાનો બંધ હતી અને તેને બીયરની જરૂર હોવાથી આમ કર્યું હતું. બીજા દિવસે આ વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો, ત્યારબાદ યુવક અને તેના પિતાને પોલીસ સ્ટેશન બોલાવીને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું.

થોડા દિવસ પહેલા પણ આવી જ એક ઘટના સામે આવી હતી મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક વ્યક્તિએ મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાને લેખિત ફરિયાદ મોકલી હતી કે દારૂની બે બોટલ પીધા પછી પણ તેને નશો ચઢ્યો નથી. તેની ફરિયાદ સાથે તેણે બાકીની દારૂની બોટલો પણ પુરાવા તરીકે રજૂ કરી હતી. જ્યારે તેમની ફરિયાદ પર કોઈ તપાસ ન થઈ ત્યારે તેમણે કહ્યું કે તેઓ ગ્રાહક ફોરમનો સંપર્ક કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular