Sunday, January 5, 2025
Homeરાજ્યલાલપુર નજીક છકડો રીક્ષા પુલ નીચે ખાબકતા ચાલકનું મોત

લાલપુર નજીક છકડો રીક્ષા પુલ નીચે ખાબકતા ચાલકનું મોત

સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી કાર્યવાહી : ધ્રોલ નજીક પૂરઝડપે આવતા અજાણ્યા વાહને ઠોકર મારતા ભિક્ષુક પ્રૌઢાનું મૃત્યુ : મૃતકની ઓળખ મેળવવા અને વાહન ચાલક વિરુધ્ધ ગુનો નોંધવા કાર્યવાહી

- Advertisement -

લાલપુર નજીક આવેલી સ્કૂલ પાસેથી પસાર થતી છકડો રીક્ષાના ચાલકે કાબુ ગુમાવી દેતા પૂલ નીચે ખાબકવાથી ચાલકને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. ધ્રોલ નજીક રાજકોટ ધોરીમાર્ગ પર પૂરઝડપે બેફીકરાઈથી આવતા અજાણ્યા વાહને ઠોકર મારતા ભિક્ષુક પ્રૌઢાનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.

અકસ્માતના બનાવની વિગત મુજબ, લાલપુર ગામમાં ધરારનગરમાં રામાપીરના મંદિર પાસે રહેતા કાંતિભાઈ ઉર્ફે કાનજીભાઈ રાઠોડ (ઉ.વ.40) નામનો યુવાન સોમવારે સવારના સમયે લાલપુર નજીક રૂપાવટી સ્કૂલ પાસેથી તેના જીજે-10-યુ-6139 નંબરનો છકડો લઇ પસાર થતો હતો તે દરમિયાન રીક્ષા પરનો કાબુ ગુમાવી દેતા રીક્ષા રોડ પરથી ઉતરીને પૂલ નીચે ખાબકતા અકસ્માતમાં યુવાન ચાલકને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પુત્ર સંજય દ્વારા જાણ કરાતા પીએસઆઈ જે.આર. કરોતરા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

બીજો બનાવ, ધ્રોલ-રાજકોટ ધોરી માર્ગ પરથી ચાર કિ.મી. દૂર સરમરિયા ડાડાના મંદિર પાસેથી આશરે 55 વર્ષના ભિક્ષુક પ્રૌઢા સોમવારે સવારના સમયે પસાર થતા હતાં તે દરમિયાન પાછળથી પૂરઝડપે બેફીકરાઇથી આવતા અજાણ્યા વાહનના ચાલકે પ્રૌઢાને ઠોકર મારી હડફેટે લેતા શરીરે તેમજ માથામાં ગંભીર ઈજા પહોંચતા બનાવસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની ફિરોજ સુધાધુનિયા દ્વારા જાણ કરાતા પીએસઆઈ ડી.પી. ચુડાસમા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવવા અને અજાણ્યા ચાલક વિરુધ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular