Saturday, December 6, 2025
Homeરાજ્યમાનસિક રીતે અસ્વસ્થ મોરઝરના યુવાને દવા પીને જિંદગી ટૂંકાવી

માનસિક રીતે અસ્વસ્થ મોરઝરના યુવાને દવા પીને જિંદગી ટૂંકાવી

ભાણવડ તાબેના મોરઝર ગામે રહેતા મનસુખભાઈ ત્રીકમભાઈ બગડા નામના આશરે 42 વર્ષના યુવાનની માનસિક અસ્વસ્થતા વચ્ચે તેમની બીમારીથી કંટાળીને તેમણે પોતાના હાથે ઝેરી દવા પી લેતા તેમને ભાણવડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

- Advertisement -

ત્યારબાદ તેમને વધુ સારવાર માટે ઇમરજન્સી 108 વાનની મદદથી જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવની જાણ કૌશિકભાઈ મનસુખભાઈ બગડાએ ભાણવડ પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular