વિશ્વ માં રશિયાના યુક્રેન પરના આક્રમણથી શરૂ થયેલુ યુદ્ધ હજુ નિર્ણાયક તબકકે પણ નથી અને પુરુ યુરોપ-યુદ્ધના ઓછાયા હેઠળ છે તે સમયે ચીને તેના પાડોશી ટાપુ દેશ તાઈવાન સામે લશ્કરી પગલાની તૈયારી રૂપે પુર્વીય ચીનના સર્બીયામાં ભારે વિમાનવાહક જવાજો દ્વારા ટેન્કો સહિતની આર્મર અને શસ્ત્રોનો જથ્થો ઉતારવા લાગતા હવે તે રશિયાની જેમ તાઈવાનને પણ ખુદના કબ્જામાં રાખવા માટે સૈન્ય આક્રમણ કરી રહ્યું હોવાનો ભય સર્જાય છે. ચીનના એક અસાધારણ લશ્કરી ઓપરેશનમાં ચાઈનીઝ હવાઈ દળના વાય-20 પ્રકારના છ ટ્રાન્સપોર્ટ વિમાનો એ સર્બીયામાં ભારે લશ્કરી પુરવઠો ઉતારવાનું શરુ કર્યુ છે. જો કે ચીને દાવો કર્યો છે કે તે બેલગ્રેડ સાથે જે જે સંયુક્ત લશ્કરી કવાયતો કરે છે તેના ભાગ રૂપે જ આ પ્રકારની પરીસ્થિતિ બની છે. પુર્વીય ચીનમાં શાંઘાઈ સહિતના ક્ષેત્રોમાં પણ ભારે લશ્કરી શસ્ત્રો તથા સરંજામ ઉતારવાનું શરુ થયુ છે. બીજી તરફ તાઈવાનમાં પણ ભય છે કે બીજીંગ ગમે ત્યારે તેના દેશ પર હુમલો કરી શકે છે અને તેથી તાઈવાન મીલીટ્રીએ એક 28 પાનાની તકેદારી-માર્ગરેખા બહાર પાડી છે. જેમાં તેવા લોકોને યુદ્ધના સમયમાં શું કરવું શું ન કરવું તે સલાહ અપાઈ છે. તાઈવાનના સૈન્યએ પ્રથમ વખત આ પ્રકારની ગાઈડલાઈન બહાર પાડી છે.
તાઇવાનને હડપ કરવા ડ્રેગન તૈયાર
આક્રમણ માટે ચીને ટેન્કો, શસ્ત્રો, દારૂગોળો તેમજ સૈનિકો ઉતાર્યા