Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકોની ટી.પી.સ્કિમ નં.20 નો મુસદો તૈયાર

જામ્યુકોની ટી.પી.સ્કિમ નં.20 નો મુસદો તૈયાર

જાણો કયા કયા સર્વે નંબરનો કરવામાં આવ્યો છે સમાવેશ…

- Advertisement -

જામનગર મહાપાલિકા દ્વારા ટી.પી.સ્કિમ નં.20 નો મુસદો જાહેર કરવામાં આવ્યો છે. આ યોજનામાં સમાવિષ્ટ વિસ્તારના જમીન માલિકો અને હિત ધરાવતી વ્યકિતઓને મુસદાની સમજણ આપવા તેમજ સલાહ સુચનો મેળવવા જામ્યુકો દ્વારા આગામી ત્રણ માર્ચ બુધવારે મિટિંગનો આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંબંધિત તમામ ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

- Advertisement -

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ અંતર્ગત જામગર મહાપાલિકા દ્વારા ટી.પી.સ્કિમ નં.20 નો કામચલાવ મુસદો તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં જામનગરના રેવન્યુ સર્વે નં.240 504 થી 508, 515 થી 552, 560 થી 563, 1258, 1263, 1500, 1508, 1512નો સમાવેશ થાય છે. નગરરચના અધિનિયમ અંતર્ગત આ યોજનાના મુસદાની દરખાસ્તોની સમજણ આપવા લોકમત મેળવવા રેવન્યુ રેકર્ડસ મેળવવા તથા સલાહ-સુચનો મેળવવા માટે આ વિસ્તારમાં સમાવિષ્ટ જમીન માલિકો અને હિત ધરાવતી વ્યકિતઓની એક બેઠક આગામી 03 માર્ચ બુધવાર સવારે 11 કલાકે મહાપાલિકાના ફાયર બ્રિગેડ ટર્મીનલમાં યોજવામાં આવી છે. જે અંગે સંબંધિત તમામને જામ્યુકો દ્વારા નોટીસથી જાણ કરી દેવામાં આવી છે. આ બેઠકમાં ટી.પી.સ્કિમને લગતું તમામ સાહિત્ય અને વિગતો પ્રસ્તુત કરી લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવશે. તેમજ તેમના સલાહ સુચનો પણ મેળવવામાં આવશે. ત્યારબાદ આ ટી.પી.સ્કિમને મંજૂરી માટે રાજય સરકારના ટાઉન પ્લાનિંગ વિભાગને મોકલવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular