Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરહૃદયરોગનો હુમલો, હૃદયરોગ નિષ્ણાંતને જ ભરખી ગયો

હૃદયરોગનો હુમલો, હૃદયરોગ નિષ્ણાંતને જ ભરખી ગયો

- Advertisement -

જામનગર શહેરના ખ્યાતનામ હૃદયરોગ નિષ્ણાંત ડો. ગૌરવ ગાંધી (ઉ.વ.41)નું આજરોજ હૃદયરોગનો હુમલો આવતાં નિધન થયું છે. તેમના નિધનથી તબીબી જગતમાં શોકની લાગણી છવાઇ છે. જામનગર શહેરમાં તેઓ અનેક હૃદયરોના દર્દીઓને સાજા કરી ચૂકયા છે. પરંતુ કમનસિબી કે તેઓ ખુદ હૃદયરોગના હુમલા સામે જિંદગીની જંગ હાર્યા છે.

- Advertisement -

આધુનિક યુગમાં યુવાઓથી લઇ મોટેરાઓમાં હૃદયરોગનું પ્રમાણ વધતુ જઇ રહ્યું છે. ત્યારે જામનગરના ખ્યાતનામ હૃદયરોગ નિષ્ણાંત ડો. ગૌરવ ગાંધીનું માત્ર 41 વર્ષની ઉંમરે હૃદયરોગના હુમલાથી નિધન થતાં તબીબી જગત સહિત તેમના મિત્ર વર્તુળોમાં પણ શોકની લાગણી છવાઇ છે. હાલની દોડધામ ભરેલી ચિંતાગ્રસ્ત, અનિયમિત તેમજ શરીરને હાનિકર્તા ખોરાક લેવાની આદતવાળી જિંદગીમાં હૃદયની બિમારીની અનેક પ્રકારની તકલીફો સામે આવી રહી છે. ત્યારે તે માટે જામનગરમાં જાણીતા હૃદય ચિકિત્સક ગૌરવ ગાંધીએ સૌપ્રથમ વખત હૃદયની સારવારમાં અતિ આધુનિક એવી ઇન્ટ્રા વાસ્ક્યુલર લીથોટ્રિપ્સીની આધુનિક સારવારથી હૃદયની નળી ખુલવાનું સફળ ઓપરેશન પણ તેઓ કરી ચૂકયા હતાં. કોઇપણ પ્રકારના ટાંકા, ચિરફાળ કે ઓપન હાર્ટ સર્જરી ન કરવી પડે તે માટે આ ઓપરેશનનો ઉપયોગ થતો હોય છે.

ડો. ગૌરવ ગાંધીએ જામનગરમાં સૌપ્રથમ વખત આ આઇવીએલ પધ્ધતિ દ્વારા હૃદયની નળીઓમાં જામેલા કેલ્શિયમને દૂર કરવાની સર્જરી કરી હતી. આ ઉપરાંત અનેક દર્દીઓને હૃદયરોગના હુમલાની સારવાર આપી સાજા કરી ચૂકયા હતાં. પરંતુ કમનસિબી કે, હૃદયરોગના નિષ્ણાંતને જ હૃદયરોગનો હુમલો ભરખી ગયો હતો અને માત્ર 41 વર્ષની યુવાવયે હૃદયરોગના હુમલાથી હૃદયરોગના નિષ્ણાંત ડો. ગૌરવ ગાંધીનું નિધન થયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular