Tuesday, December 16, 2025
Homeરાજ્યજામનગરદિવલા ડોને વાળ કાપવાની બાબતે વાણંદ યુવાનને ધમકાવ્યો

દિવલા ડોને વાળ કાપવાની બાબતે વાણંદ યુવાનને ધમકાવ્યો

નવાગામ ઘેડમાં શુક્રવારે સાંજનો બનાવ: અન્ય બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: દિવલાએ પતાવી દેવાની ધમકી આપી

જામનગર શહેરમાં છાશવારે કોઇના કોઇ સ્થળે માથાકૂટ કરી મારામારી કરતા શખ્સે વાણંદની દુકાનમાં ઘુસી પહેલાં વાળ કાપવાની બાબતે બોલાચાલી કરી લાકડાના ધોકા વડે યુવાનને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

હુમલાની વિગત મુજબ જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતાં ધવલ દિલીપભાઈ બજાણીયા નામના વાણંદ યુવાનની દુકાને ગઇકાલે સાંજના સમયે વાળ કપાવવા દિવ્યરાજસિંહ ઉર્ફે દિવલો ડોન અને બે અજાણ્યા શખ્સો ગયા હતાં. ત્યારે સંજયભાઈના વાળ કાપી રહેલા વાણંદ યુવાન ધવલે ‘આ ભાઈના વાળ કાપી લઉ પછી તમારો વારો લઇ લઇશ’ તેમ કહેતા દિવલા ડોને ઉશ્કેરાઇને યુવાનને અપશબ્દો બોલી રીક્ષામાંથી લાકડાનો ધોકો લઇ આવી અને બે અજાણ્યા સહિતના ત્રણેય શખ્સોએ દુકાનના થળા પર રહેલા સામાન ઉપર લાકડાના ધોકાના ઘા મારી નુકસાન પહોંચાડયું હતું. તેમજ અજાણ્યા શખ્સોએ ધવલને ઢીકાપાટુનો માર માર્યો હતો તથા દિવલા ડોને જતાં જતાં પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ધવલ બજાણીયા દ્વારા જાણ કરાતા હેકો પી.કે.વાઘેલા તથા સ્ટાફે દિવલા ડોન સહિતના ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular