Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરVIDEO : પોલીસ અધિક્ષકની કચેરી બહાર વાહનોનો આડેધડ ખડકલો

VIDEO : પોલીસ અધિક્ષકની કચેરી બહાર વાહનોનો આડેધડ ખડકલો

ટોઇંગ વાહનના ચાલકને પોલીસકર્મીઓના વાહન દેખાયા નહીં ? કે પછી પોલીસના વાહનો હોવાથી ટોઇંગ કરાયા નહીં ?

- Advertisement -

જામનગર શહેરના મુખ્ય માર્ગો પર શહેરીજનો વાહનપાર્ક કરવામાં થોડી પણ ભૂલ કરે તો ગણતરીની મિનિટોમાં જ તેમનું વાહન ટોઇંગ કરી લેવામાં આવતું હોય છે અને ઘણી વખત તો એક જ રોડ પર પાર્ક થતાં વાહનો ટોઇંગ કરવામાં આવતા હોવાની ફરિયાદો જોવા મળે છે. ત્યારે  આજે પોલીસ અધિક્ષકની કચેરી બહારના મુખ્ય માર્ગની બન્ને તરફ પોલીસના વાહનોનો ખડકલો થઈ ગયો હતો. ત્યારે આ આડેધડ પાર્ક કરાયેલા વાહનો શું ટોઇંગ વાહનના ધ્યાને નથી આવતા ? કે પછી પોલીસના વાહનો હોવાના કારણે જાણી જોઇને ટોઇંગ કરવામાં આવ્યા નથી ?!

- Advertisement -

કાયદો દરેક માટે એક સરખો હોવો જોઇએ પછી તે અધિકારી હોય કે સરકારી કર્મચારી હોય કે સામાન્ય નાગરિક હોય. પરંતુ, ભારતમાં આ નિયમ એક પણ સ્થળે લાગુ પડતો નથી. કાયદાઓ માત્ર સામાન્ય નાગરિક માટે જ હોય તેવું નાગરિકો વર્ષોથી અનુભવી રહ્યા છે અને હજુ કેટલાં વર્ષ અનુભવશે તે નકકી નથી. જામનગરમાં આવતીકાલે રાજ્યપાલના આગમનને લઇને પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવાની તૈયારીઓ થઈ ગઇ છે અને આજે સવારે પોલીસ અધિક્ષકની કચેરી પાસે આ બંદોબસ્ત માટે શહેરમાંથી અનેક પોલીસકર્મીઓ આવ્યા હતાં. પરંતુ, આ પોલીસકર્મીઓ દ્વારા જાહેરમાર્ગની બન્ને તરફ તેમના વાહનો આડેધડ પાર્ક કરવામાં આવ્યા હતાં જેના કારણે રસ્તો અડધો બંધ થઈ જવાથી પસાર થતા વાહનોને તકલીફ થઈ રહી હતી. આ તકલીફ સહન કરતા શહેરીજનોના મનમાં અનેક વિચારો આવી રહ્યા હતાં કે શહેરમાં જાહેર માર્ગો પર કોઇ પણ શહેરીજન વાહન આડેધડ પાર્ક કરતું હોય ત્યારે ટોઇંગ વાહન ગણતરીના સમયમાં જ તેમનું વાહન ટોઇંગ કરી લઇ જતું હોય છે અને દંડ ભર્યા બાદ જ વાહન મુકત કરવામાં આવે છે. ત્યારે આજે જે પોલીસકર્મચારીઓએ તેમના વાહનો આડેધડ રોડ પર  પાર્ક કર્યા છે તે વાહનો શું ટોઇંગ વાહનને નજરે પડયા નથી…!! કે પછી જાણી જોઇને આ માર્ગ પરથી પસાર થવાનું ટાળી દીધું છે…?

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular