ઈન્કમ ટેક્સના મુદ્દે કેન્દ્રને એક મુશ્કેલ સવાલનો જવાબ આપવો પડશે. મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેંચે આ અંગે જવાબ માંગ્યો છે. આ અંગે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં આવકવેરા વસૂલાતની હાલની જોગવાઈને પડકારવામાં આવી છે. અરજી મુજબ આવકવેરા વસૂલાત માટે મૂળ આવક રૂ. 2.5 લાખ છે. જ્યારે આર્થિક રીતે નબળા વર્ગો માટે અનામતની વાર્ષિક આવક મર્યાદા 8 લાખ રૂપિયા રાખવામાં આવી છે. અરજદારે આ વિસંગતતા પર સવાલ ઉઠાવ્યા છે.
અરજદારે 8 લાખ રૂપિયાથી ઓછી આવક જૂથમાં આવતા તમામ લોકોને ટેક્સના દાયરાની બહાર રાખવાનો મુદો ઉઠાવ્યો છે. અરજદારનો તર્ક ખૂબ જ મજબૂત છે. આમ કરીને સરકારે સ્વીકાર્યું છે કે 8 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા પરિવારો આર્થિક રીતે નબળા છે. આવી સ્થિતિમાં સરકાર ‘ગરીબો’ પાસેથી ટેક્સ કેવી રીતે વસૂલ કરી શકે. છેલ્લા ઘણા બજેટમાં સરકારે આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નથી.
બીજી વાત છે કે લાંબા સમયથી આવકવેરા મુક્તિ મર્યાદા વધારવાની માંગ કરવામાં આવી રહી છે. કેન્દ્રના જવાબથી એ પણ સ્પષ્ટ થશે કે આવકવેરા અંગે તેનું ભાવિ સ્ટેન્ડ શું હશે. કેન્દ્રીય બજેટ (બજેટ 2022) ની રજૂઆતના થોડા મહિના પહેલા કેન્દ્ર સરકાર આ અંગે શું પ્રતિક્રિયા આપે છે તે જોવું રસપ્રદ રહેશે. ઉલ્લેખનિય છે કે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં 103મા બંધારણીય સુધારા બિલની કાનૂની માન્યતાને સમર્થન આપ્યું હતું. જેમાં ઊઠજ માટે અનામતની જોગવાઈ કરવામાં આવી છે. ઊઠજ માટે આવક મર્યાદા 7,99,999 રૂપિયા સુધી રાખવામાં આવી છે. જસ્ટિસ આર મહાદેવન અને જસ્ટિસ સત્ય નારાયણ પ્રસાદની બેન્ચે નોટિસ જારી કરી હતી. આ નોટિસ કેન્દ્રીય કાયદાની સાથે અનેક મંત્રાલયોને મોકલવામાં આવી છે. કોર્ટ હવે ચાર અઠવાડિયા પછી આ મામલે સુનાવણી કરશે.
અરજદારનું કહેવું છે કે સરકારે આર્થિક રીતે નબળા વર્ગને વર્ગીકૃત કરવા માટે અમુક માપદંડો બનાવ્યા છે. તેને બનાવવામાં કુલ આવકને મુખ્ય પરિમાણ બનાવવામાં આવ્યું છે. આ જ સ્કેલ અન્ય જગ્યાએ પણ લાગુ થવો જોઈએ.અરજીકર્તા કુન્નુર શ્રીનિવાસને હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેમણે અપીલ કરી છે કે ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ બેઝિક ઇન્કમની જરૂરિયાતની જોગવાઇ દૂર કરવામાં આવે. તેમણે કહ્યું છે કે સરકારે ઇડબ્લ્યુએસ પરિવાર તરીકે ઇન્કમ ક્રાઇટેરિયા નક્કી કર્યો છે. જેની હેઠળ 7,99,999 સુધીની આવક ધરાવનારાઓને સામેલ કરાયા છે.