Monday, January 12, 2026
Homeરાજ્યજામનગરદિક્ષા અંગિકાર કરનાર બાળમુમુક્ષોનો વરસીદાનનો વરઘોડો યોજાયો

દિક્ષા અંગિકાર કરનાર બાળમુમુક્ષોનો વરસીદાનનો વરઘોડો યોજાયો

જામનગરમાં શેઠ જયંતિલાલ મોહનલાલ શાહ (શિહોરવાળા) પરિવારના બે પુત્રી અને એક પુત્રએ દિક્ષા અંગિકાર કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં તાજેતરમાં હેત્વીએ દિક્ષા ગ્રહણ કર્યા બાદ વિરાગી શાહ તથા ચૈતય શાહ તા. 11 ડિસેમ્બરના રોજ દિક્ષા ગ્રહણ કરશે. આ પૂર્વે ગઇકાલે પોપટ ધારશી જૈન દેરાસરમાં બન્ને બાળ મુમુક્ષોનો વરસીદાનનો વરઘોડો યોજાયો હતો. આ વરઘોડો શહેરના રાજમાર્ગો ઉપરથી પસાર થઇ જૈન પ્રવાસી ગૃહ ખાતે પૂર્ણ થયો હતો. જૈન શ્રાવક-શ્રાવિકાઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular