જામનગરમાં લાખોટા તળાવ સહિતના સ્થળોએ જામનગર મહાનગરપાલિકાના મેયર તથા કમિશનર દ્વારા ડીજીટલ પેમેન્ટની સુવિધાનો પ્રારંભ કરાવાયો હતો.
જામનગર શહેરની શાન તથા હેરીટેજ સિટીની આગવી ઓળખ સમાન રણમલ તળાવ / મ્યુઝિમ, સરદાર વલ્લભભાઈ પટેલ એમ્યુઝમેન્ટ પાર્ક તથા જામ રણજીતસિંહજી પાર્કમાં જાહેર જનતા માટે પ્રવેશ ફી માટે કયુ આર કોડ / કાર્ડ સ્વાઈપ દ્વારા ડીજીટલ પેમેન્ટની સુવિધાનો મેયર બીનાબેન કોઠારી તથા કમિશનર વિજયકુમાર ખરાડી દ્વારા પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. ડીજીટલ ઈન્ડીયાના આહવાન સંદર્ભે શહેરની જનતાની સુવિધાના ભાગરૂપે રણમલ તળાવ ખાતે ડીજીટલ પેમેન્ટ સીસ્ટમ શરૂ કરવામાં આવી છે. સમગ્ર વર્ષ દરમિયાન રણમલ તળાવ પરીસરમાં ફરવા આવતા 11 થી 12 લાખ મુલાકાતીઓને આ ડીજીટલ પેમેન્ટની સુવિધાનો લાભ મળશે. આ તકે શાસક પક્ષના નેતા કુસુમુબેન પંડયા, શાસક પક્ષના દંડક કેતનભાઇ ગોસરાણી, એચડીએફસી બેંકના નીરજભાઈ દત્તાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.