Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરVIDEO : દ્વારકાધીશ ધ્વજારોહણમાં ભકિતમાં લીન થઈ ધારાસભ્ય ઝુમી ઉઠયા

VIDEO : દ્વારકાધીશ ધ્વજારોહણમાં ભકિતમાં લીન થઈ ધારાસભ્ય ઝુમી ઉઠયા

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન અને હાલના વોર્ડ નં.3 ના કોર્પોરેટર અને તેના પરિવાર દ્વારા જન્મદિવસે દ્વારકાધીશની ધ્વજારોહણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધ્વજારોહણમાં મેયર અને ધારાસભ્ય તથા શહેર ભાજપા અધ્યક્ષ સહિતના હોદ્દેદારો અને કોર્પોરેટરો તથા કાર્યકર્તાઓ જોડાયા હતાં.

- Advertisement -

જામનગરના પૂર્વ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન તેમજ હાલના વોર્ડ નં.3 ના કોર્પોરેટર સુભાષભાઈ જોશીના જન્મદિવસ નિમિત્તે 2 સપ્ટેમ્બર શુક્રવારના રોજ સુભાષભાઈ તેમજ તેમના પુત્ર સિધ્ધાંત જોશી દ્વારા દ્વારકા જગત મંદિરે નૂતન ધ્વજારોહણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધ્વજારોહણ સમારોહમાં જામનગરના મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ ડો. વિમલ કગથરા અને કોર્પોરેટરો તથા ભાજપાના કાર્યકર્તાઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. દ્વારકાધીશના ધ્વજારોહણમાં ભક્તિભાવમાં લીન થઈ ધારાસભ્ય અને શહેર ભાજપા અધ્યક્ષ ઝુમી ઉઠયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular