Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરધ્રોલની કે.એમ. મહેતા હાઈસ્કૂલમાં સમર કેમ્પનો પ્રારંભ

ધ્રોલની કે.એમ. મહેતા હાઈસ્કૂલમાં સમર કેમ્પનો પ્રારંભ

જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના હસ્તે શુભારંભ : તા.10 મે સુધી યોજાશે સમર કેમ્પ

- Advertisement -

ગુજરાત રાજ્ય પોલીસ તથા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા તા.5 થી તા.10 મે સુધી ધ્રોલ ગામે કે.એમ. મહેતા હાઈસ્કૂલમાં સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, નાયબ પોલીસ અધિક્ષક મહેન્દ્રસિંહ સોલંકી દ્વારા દિપ પ્રાગટય કરી કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સમર કેમ્પમાં જામનગર જિલ્લાની અલગ અલગ શાળાઓમાં 107 જેટલા સ્ટુડન્ટ – પોલીસ – કેડેટ્સ હાજર રહેશે. કેમ્પ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ, વાંચન લેખન, શિસ્તતા, વકતૃત્વ સ્પર્ધા, ઈન્ડોર તથા આઉટડોર રમતો, સાયબર ક્રાઈમ અને સેલ્ફ ડિફેન્સ તથા વિવિધ વિષયો પર મહાનુભાવો દ્વારા સ્ટુડન્સને માહિતગાર કરવામાં આવશે. કેમ્પમાં આવેલ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે તે માટે જિલ્લા પોલીસવડા દ્વારા માર્ગદર્શન અપાયું હતું તેમજ વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular