ધ્રોલ તાલુકાના સણોસરા ગામના પાટિયા પાસે આવેલા પેટ્રોલ પંપમા કંપાસ ગાડીમાં ડીઝલ ભરી રુપિયા આપ્યા વગર નાસી છુટેલા બે શખ્સો વિરૂદ્ધ ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદના આધારે આરોપીઓને ઝડપી પાડવા ધ્રોલ પોલીસે ચક્રોગતિમાન કર્યા હતા.
ધ્રોલ પોલીસ દ્વારા સતત ત્રણ દિવસ થી જામનગર રાજકોટ હાઇવેની હોટલો દુકાનો રાજકોટ શહેરના કમાન્ડ કંટ્રોલ સીસીટીવી કુટેજો ચેક કરી આરોપીઓને ઝડપી પાડયા હતા. જેમાં ધ્રોલ પોલીસ સ્ટાફના મયુરસિહ પરમાર અને અનિલભાઈ ને મળેલ બાતમીના આધારે લૈયારા પાસે થી આરોપી મીહીર અતુલભાઈ પડાળીયા અને રીધમ વિપુલભાઈ જોષી રહે બંને રાજકોટ વાળા ને પકડી પાડયા હતા. આ કાર્યવાહીમાં પીએસઆઇ એમ.એન.જાડેજા તથા સ્ટાફના આર.એમ.ઝાલા, વનરાજભાઈ ગઢાદરા, મનીષભાઈ, સંજયભાઇ સોલંકી અને રોહિતસિહ જાડેજા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.