જામનગરના આંગણે સત્કર્મ ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા શ્રી કૃષ્ણ મિત્ર મંડળ દ્વારા પુજય જીગ્નેશ દાદા (રાધે-રાધે) ના મુખારવિંદે શ્રીમદ ભાગવત સપ્તાહનું સુંદર આયોજન કર્યુ છે. ત્યારે ગઈકાલે કથાના પાંચમાં દિવસે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઇ નથવાણીએ પણ જીગ્નેશ દાદાના આશિર્વાદ મેળવીને કથા સાંભળવાનો લ્હાવો લીધો હતો.
આજની યુવા પેઢીને સતત પોતાના વ્યવસાયમાં વ્યસ્ત હોય છે. ત્યારે આરવનારી પેઢી સમય કાઢીને પોતાના પરિવાર સાથે ધાર્મિક કાર્યક્રમોમાં જોડાય અને આ ભાગવત કથાનું રસપાન કરે તેવા સદવિચાોર દ્વારા જામનગરના આંગણે રાત્રિ કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીએ પણ જીગ્નેશ દાદાના આશિર્વાદ મેળવીને કથાનું રસપાન કર્યુ હતું.
આ પ્રસંગે બાદલભાઈ રાજાણી, નિરજભાઈ દત્તાણી, વિપુલભાઈ કોટક, અશોકભાઈ જોબનપુત્રા, ચેતનભાઈ માધવાણી, આશિષભાઈ ચગ, અક્ષિતભાઈ પોબારુ, કિરીટભાઈ સોલંકી, ડો. હિમાંશુભાઈ પેશાવરીયા, ભુપેશભાઈ સોનેયા, હિતુલભાઈ કારીયા, હિતેશભાઈ સખીયા, ભાવેશભાઈ જાની, વિશાલભાઈ પંચમતિયા, રાજુભાઈ મારફતિયા, હેમલભાઈ વસંત, રણજીતભાઇ મારફતિયા, દિનેશભાઈ મારફતિયા, મિતેષભાઈ લાલ, મિહિરભાઈ કાનાણી, કલ્પેશભાઈ હડિયેલ, મેહુલભાઈ જોબનપુત્રા, નિલેશભાઈ ઉદાણી, આનંદભાઈ રાયચુરા, મનોજભાઈ અમલાણી, નિશાંતભાઈ રાજાણી, રણજીતભાઇ મારફતિયા સહિત એકઝીકયુટીવ કમિટી તેમજ યજમાન પરિવારો ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ પાંચમા દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ કથાનું રસપાન કર્યુ હતું.