દેવભૂમિ દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે બોલાચાલી થઇ હતી. બાદમાં સામાન્ય બોલાચાલીએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું અને થોડી વારમાં તો લાકડી અને ધોકાના છુટા ઘા કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વિડીઓ સામે આવ્યો છે. વિડીઓમાં જોઈ શકાય છે કે 4-5 શખ્સોએ એક યુવકને લાકડી વડે માર મારી રહ્યા છે. યુવક પર હુમલોથતા તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.