- Advertisement -
સમગ્ર રાજ્યમાં સોમવારથી શરૂ કરવામાં આવેલા 15 થી 18 વર્ષની વય જૂથના તરુણોને વેક્સિનેશનમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રથમ દિવસે સૌથી વધુ આશરે 14 હજાર જેટલી વેક્સિન આપી, આશરે 150 ટકા વેક્સિનેશન સાથે સમગ્ર રાજ્યમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. આટલું જ નહીં ગઈકાલે મંગળવારે બીજા દિવસે સાત હજારના ટાર્ગેટ સામે એક દિવસમાં ઉપરોક્ત વય જૂથના 8,900 જેટલા વિદ્યાર્થીઓને કોરોના વેક્સિન આપવામાં આવી છે.
આમ, બે દિવસની કામગીરીમાં આરોગ્ય વિભાગ સાથે શિક્ષણ તંત્રની નોંધપાત્ર જહેમતથી કુલ 23 હજાર જેટલા શાળાના તરુણોને કોરોના વેક્સિનથી રક્ષિત કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આપવામાં આવેલા ટાર્ગેટ કરતા બે દિવસમાં 150 ટકા જેટલી કામગીરી કરવામાં આવી છે. જેમાં મોટાભાગના તમામ વિદ્યાર્થીઓને કોવિડ વેક્સિન આપવામાં આવી છે. આજરોજ બુધવારે સંભવતઃ જિલ્લાના સો ટકા વિદ્યાર્થીઓને કોરોના વેક્સીન અપાઈ જાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા જરૂરી જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
આમ, બે દિવસમાં વિધાર્થીઓને આશરે 92 ટકા જેટલી વેક્સિનેશન કામગીરી સંપન્ન કરવા માટે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજ સુતરીયા તથા જિલ્લા શિક્ષણાધિકારી બી.એચ. વાઢેર દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમગ્ર રાજ્યમાં નોંઘ લેવામાં આવી છે.
- Advertisement -