Thursday, December 12, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં વિરોધ કરી રહેલા કોંગ્રેસના બે ધારાસભ્ય સહિત અનેકની અટકાયત

જામનગરમાં વિરોધ કરી રહેલા કોંગ્રેસના બે ધારાસભ્ય સહિત અનેકની અટકાયત

સતત ચોથા દિવસે વિરોધ પ્રદર્શન : કોંગ્રેસના કાર્યકરોએ આખરે કાળીપટ્ટી બાંધી મહિલાઓ પર થતાં અત્યાચારનો વિરોધ દર્શાવ્યો

- Advertisement -

જામનગર શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા સતત ચોથા દિવસે પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરો દ્વારા આંખે પાટા બાંધી ગુજરાતની પ્રજા અંધકારમાં હોવાનો કટાક્ષ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

- Advertisement -

રાજ્યમાં વિજય રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી થઇ રહી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા છેલ્લા ચાર દિવસથી આ કાર્યક્રમ સામે વિરોધ પ્રદર્શનો યોજાઇ રહ્યાં છે. આજે જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા લાલબંગલા સર્કલ પાછળ કાર્યકરોએ આંખે પાટા બાંધી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. જામનગરમાં સળંગ ચાર દિવસથી વિરોધ કરી રહેલા કોંગ્રેસના બે ધારાસભ્ય સહિત અનેક કાર્યકરોની આજરોજ જામનગર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ તેમજ ચિરાગભાઇ કાલરીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, જામ્યુકો વિરોધ પક્ષ નેતા અલ્તાફ ખફી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઇ કુંભરવડીયા, યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તૌસિફખાન પઠાણ, કોર્પોરેટરો નુરમામદ પલેજા, અસ્લમ ખીલજી, જેનબબેન ખફી, રચનાબેન નંદાણીયા, ધવલભાઇ નંદા ઉપરાંત કોંગ્રેસ અગ્રણી સહારાબેન મકવાણા, કરણદેવસિંહ જાડેજા, જામનગર જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ નયનાબા જાડેજા, જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ રંજનબેન ગજેરા, તેમજ એનએસયુઆઇ પ્રમુખ તથા યુથ કોંગ્રેસ પ્રમુખ, ઓબીસી એસસીએસટીના કાર્યકરો, હોદ્દેદારો દ્વારા મહિલા સુરક્ષા દિન નિમિત્તે બેટી બચાવના સરકારના નિષ્ક્રીય કામોનો વિરોધ કર્યો હતો. રાજ્યમાં મહિલા અત્યાચાર અને મહિલાઓની આત્મહત્યા સહિતના વધતાં કેસો સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular