જામનગર શહેરને ધર્મનગરી તરીકે ઓળખવામાં આવે છે. ચાંદીબજારના ચોકમાં ચાર જૈન દેરાસરો આવેલા છે.
ચાંદીબજાર નજીક કાજીના ચકલા પાસે આવેલા નેમનાથ-ધર્મનાથ બે દેરાસર બાજુ-બાજુમાં આવેલા છે. જ્યાં દાદાશ્રી જીનકુશલ સુરિશ્ર્વરજીની ડેરી આવેલી છે. ડેરીમાં મૂર્તિની નીચે પાદુકા આવેલી છે. જેમાં ગઇકાલે પાદુકાની ઉપર દરરોજ પૂજા કરવા આવતાં ભાવિકોએ કેસરથી પૂજા કરી હોય. જ્યાં રાત્રીના કેસરની ઉપર અમિ ઝરણા થયેલા નજરે પડયા હતાં. જેના દર્શન કરવા શહેરના જૈન-જૈનતરો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં અને દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.