Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસાત રસ્તાથી વિક્ટોરીયા પુલ સુધીના નવા ઓવરબ્રિજનું નામ ‘જામ રણજીતસિંહ’ રાખવા માગ

સાત રસ્તાથી વિક્ટોરીયા પુલ સુધીના નવા ઓવરબ્રિજનું નામ ‘જામ રણજીતસિંહ’ રાખવા માગ

જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમુહ લગ્ન સમિતિ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત

- Advertisement -

જામનગર શહેરમાં સાત રસ્તાથી વિકટોરીયા પુલ સુધી નવા બંધાતા ઓવરબ્રિજનું નામ જામ રણજીતસિંહજી રાખવા જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમુહ લગ્ન સમિતિ પ્રમુખ ભરતસિંહ જાડેજા સહિતના હોદ્ેદારો દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે.

- Advertisement -

જેમાં જણાવ્યું છે કે, ગુજરાત સરકાર દ્વારા જામનગર શહેરમાં સાત રસ્તાથી ગુરુદ્વારા ચોકડી, અંબર ચોકડી થઇ વિક્ટોરીયા પુલ સુધી નવો ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે અને હાલ કામ ગતિમાં છે. ત્યારે આ ઓવરબ્રિજનું નામ નવાનગર સ્ટેટ (જામનગર)ના પૂર્વ રાજવી અને વિશ્ર્વના શ્રેષ્ઠ ક્રિકેટર જામરણજીતસિંહ રાખવા માગણી કરવામાં આવી છે. જામરણજીતસિંહે હાલ જામનગરને પાણી પુરું પાડતાં રણજીતસાગર ડેમનું ખાત મુર્હુત કરાવ્યું હતું. જેનો લાભ હાલમાં પણ જામનગરની સમગ્ર જનતા લઇ રહી છે. આ ઉપરાંત તેઓના શાસનકાળ દરમિયાન પણ લોકોની સગવડતા માટે અનેક કાર્યો કર્યા હતાં ત્યારે આ ઓવરબ્રિજનું નામ જામરણજીતસિંહ રાખવા માગણી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ઉપરાંત ધારાસભ્ય હકુભા, મેયર બીનાબેન કોઠારી, કમિશનર વિજયકુમાર ખરાડી તથા સ્ટે. ચેરમેન મનિષ કટારીયાને પણ પત્ર લખી રજૂઆત કરાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular