Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરVideo : હાઇકોર્ટે નક્કી કર્યા મુજબનું પેન્શન અને લાભ આપવા ઇપીએફ પેન્શનરોની...

Video : હાઇકોર્ટે નક્કી કર્યા મુજબનું પેન્શન અને લાભ આપવા ઇપીએફ પેન્શનરોની માગ

વિજ કંપની તથા એસ.ટી.ના નિવૃત્ત કર્મચારીઓએ રેલી યોજી પ્રધાનમંત્રીને પાઠવ્યું આવેદન

- Advertisement -

ઇપીએફ પેન્શન યોજના અંતર્ગત મળતાં પેન્શનમાં હાઇકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલ પેન્શનની રકમ, મોંઘવારી ભથ્થુ તેમજ મેડિકલ બેનિફીટનો વધારો જાહેર કરવાની માગ સાથે જામનગર ઇપીએફ પેન્શન લડત સમિતિ દ્વારા સ્થાનિક અધિકારી મારફત પ્રધાનમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

- Advertisement -

પેન્શન લડત સમિતિના નેજા હેઠળ પીજીવીસીએલ, એસ.ટી. વિભાગના સંગઠનોએ આજે જામનગરમાં બેનરો સાથે રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં લડત સમિતિના અગ્રણીઓ પંકજ જોશી, નરશીભાઇ દાઉદીયા, અશોકભાઇ મહેતા, કનુભા ઝાલા, કુલીન ધોળકીયા, જે.એન. પરમાર વગેરેએ જણાવ્યાનુસાર છેલ્લા સાત-આઠ વર્ષથી આ અંગે રજૂઆતો કરવામાં આવે છે. પરંતુ કર્મચારીઓના પ્રશ્ર્નો અંગે સરકાર તરફથી કોઇ સાનુકુળ પ્રતિભાવ આપવામાં આવ્યો નથી. હાલમાં ઇપીએફ પેન્શન યોજના હેઠળ રૂા. 750 થી લઇને 3100 સુધીનું પેન્શન આપવામાં આવે છે. જે કુટુંબના ભરણપોષણ માટે પર્યાપ્ત નથી. આવી પરિસ્થિતિમાં પેન્શન મેળવતાં નિવૃત્ત કર્મચારીઓની આર્થિક હાલત અત્યંત દયનિય બની રહી છે. ત્યારે હાઇકોર્ટ તથા સુપ્રિમકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલ રૂા. 7500નું પેન્શન ઉપરાંત મોંઘવારી ભથ્થુ અને મેડિકલ બેનિફીટ આપવા માગણી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular