જામનગરના પેટ્રોલ ડિઝલ, સીએનજીથી ચાલતા રિક્ષાચાલકો દ્વારા આજરોજ મિનિમમ ભાડુ વધારવાની માગણી સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં મિનિમમ ભાડુ રૂા. 10 લેવામાં આવે છે. જે સીએનજીનો ભાવ પ્રતિ કિલો રૂા. 50 હતો અને પેટ્રોલ-ડિઝલનો 70 રૂપિયાની આજુબાજુ હતો. ત્યારે મિનિમમ ભાવ નક્કી થયો હતો ત્યારે હાલમાં પેટ્રોલ-ડિઝલ અને સીએનજીમાં ભાવ વધારો થયો હોય, રિક્ષામાં મિનિમમ ભાડુ રૂા. 20 વસુલવાનીય છુટ આપવા આ આવેદનપત્ર દ્વારા માગણી કરવામાં આવી છે.