Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરપટેલ કોલોની વિસ્તારમાં સાદી ટપાલોનું વિતરણ નિયમિત કરવા માગ

પટેલ કોલોની વિસ્તારમાં સાદી ટપાલોનું વિતરણ નિયમિત કરવા માગ

પોસ્ટ માસ્તરને પત્ર લખી રજૂઆત

જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં સાદી ટપાલોનું નિયમિત વિતરણ થતું ન હોય આ અંગે વિસ્તારના રાજેશ સોલંકી દ્વારા પોસ્ટ માસ્તરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -

જેમાં જણાવ્યું છે કે, પટેલ કોલોની વિસ્તારમાં પોસ્ટમેન દ્વારા સાદી ટપાલનું વિતરણ કરવામાં આવતું નથી. આ અંગે અવાર-નવાર તેમનું ધ્યાન દોરતાં સાદી ટપાલ બંધ થઇ ગઇ છે અને ઘણુ કામ હોય, ટપાલ વિતરણ વિસ્તાર પણ મોટો હોય, અઠવાડીયામાં અમુક દિવસ જ ટપાલ વિતરણ કરવામાં આવે છે અને સાદી ટપાલ વિતરણ કરવી ફરજિયાત ન હોવાનું પણ પોસ્ટમેન દ્વારા જણાવવામાં આવે છે. તેના દ્વારા ફકત રજીસ્ટ્રર્ડ તેમજ સ્પીડ પોસ્ટની ટપાલનું વિતરણ કરવામાં આવે છે. આથી આ અંગે યોગ્ય કાર્યવાહી કરી નિયમિત સાદી ટપાલનું વિતરણ કરવા માગણી કરાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular