દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુર તાલુકામાં અતિવૃષ્ટિને કારણે પાકને નુકસાન થયું હોય, વિવિધ ગ્રામ પંચાયતો દ્વારા આવેદનપત્ર પાઠવી પાક નુકસાનીનો સર્વે કરાવી યોગ્ય વળતર આપવા કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
કલ્યાણપુર તાલુકામાં સતત 45 દિવસથી વરસાદના કારણે મગફળી/કપાસના પાકના વાવેતર સંપૂર્ણ નાશ થયો હોય, બીજી વખત વાવેતર કરેલ હોય, તે પણ નાશ પામ્યો હોય. ચોમાસાનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો હોય. પિંડારા ગ્રામ પંચાયત, રણજીતપુર ગ્રામ પંચાયત, ગાગા ગ્રામ પંચાયત તથા ગુરગઢ ગ્રામ પંચાયતના સરપંચો દ્વારા આજરોજ કૃષિમંત્રીને આવેદનપત્ર પાઠવી પાક નુકસાનીનું સર્વે કરાવી વળતર ચૂકવવા માગણી કરવામાં આવી હતી.