Friday, December 5, 2025
Homeસ્પોર્ટ્સદિપ્તી શર્મા બની WPLની બીજી સૌથી મોંઘી ખેલાડી

દિપ્તી શર્મા બની WPLની બીજી સૌથી મોંઘી ખેલાડી

ઓકશનમાં દિપ્તીને 3.20 કરોડમાં ખરીદવામાં આવી

વર્લ્ડ ચેમ્પિયન ભારતના સ્ક્વોડનો ભાગ રહેલી 16માંથી 15 ખેલાડીઓ વુમન્સ પ્રીમિયર લીગની આગામી સિઝન રમતી જોવા મળશે. 6 ખેલાડીઓને ટીમોએ રિટેન કરી હતી, 13 ખેલાડીઓ આજે ઓક્શનમાં સોલ્ડ થઈ. તેમની કિંમત 22.65 કરોડ રૂપિયા રહી. જ્યારે એકમાત્ર ઉમા છેત્રીને કોઈ ખરીદનાર મળ્યો નહીં.

- Advertisement -

WPLની હરાજી ગુરુવારે નવી દિલ્હીમાં થઈ. દીપ્તિ શર્મા 3.20 કરોડ અને શ્રી ચરણી 1.30 કરોડ રૂપિયામાં સોલ્ડ થઈ. WPL તિહાસની સૌથી મોંઘી ખેલાડી સ્મૃતિ મંધાના કરતાં વધુ બોલી હજુ પણ કોઈ ખેલાડી પર લાગી નથી. તેઓ પ્રથમ સિઝન દરમિયાન 3.40 કરોડ રૂપિયામાં સોલ્ડ થઈ હતી, જ્યારે આ વખતે 3.50 કરોડ રૂપિયામાં રિટેન થઈ.

વનડે વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ દીપ્તિ શર્માને યુપી વોરિયર્સે ફરીથી પોતાની ટીમમાં સામેલ કરી લીધા. દીપ્તિ 3.20 કરોડ રૂપિયામાં યુપીનો હિસ્સો બની.

- Advertisement -

દીપ્તિએ ICC ટુર્નામેન્ટની 9 મેચોમાં 22 વિકેટ લેવાની સાથે 215 રન પણ બનાવ્યા હતા. તે ટુર્નામેન્ટની ટોપ વિકેટ ટેકર રહી અને ઓલરાઉન્ડ પ્રદર્શનના કારણે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બની.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular