Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરમોક્ષ મંદિરમાં ગુંજન ગણાત્રાની પૂણ્ય સ્મૃતિમાં સંસારચક્ર સાથે નટરાજ સ્વરૂપ શિવજીની પ્રતિમાનું...

મોક્ષ મંદિરમાં ગુંજન ગણાત્રાની પૂણ્ય સ્મૃતિમાં સંસારચક્ર સાથે નટરાજ સ્વરૂપ શિવજીની પ્રતિમાનું લોકાર્પણ

સ્વજનની વિદાયનું દુ:ખ આવા સત્કાર્યોથી હળવું થાય છે : કૃષ્ણમણિજી મહારાજ

- Advertisement -

જામનગરના વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઇ ગણાત્રાના પુત્ર સ્વ. ગુંજન ગણાત્રાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે સત્કાર્યો સાથે શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતાં.

- Advertisement -

ગુંજન ગણાત્રાની પૂણ્યતિથિ નિમિતે ગાંધીનગરમાં આવેલ હિન્દુ મોક્ષ મંદિર (હિન્દુ સાર્વજનિક સ્મશાન)ના પ્રવેશદ્વાર પાસે ભગવાન શિવજીની નટરાજ સ્વરૂપની પ્રતિમા તથા સંસારચક્રના પ્રતિમાની ભેટ ગણાત્રા પરિવાર દ્વારા આપવામાં આવતાં તેનું લોકાર્પણ 5 નવતનપુરી ધામ (ખીજડા મંદિર)ના આચાર્ય કૃષ્ણમણી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ તકે યોજાયેલા કાર્યક્રમમાં હિન્દુ મોક્ષ મંદિરના પ્રમુખ કનકસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. સ્વ. ગુંજનના પિતા અને વરિષ્ઠ પત્રકાર તેમજ હિન્દુ મોક્ષ મંદિરના કોષાધ્યક્ષ ગિરીશભાઇ ગણાત્રાએ મોક્ષ મંદિર દ્વારા ચાલતી સેવાકિય પ્રવૃતિઓ જણાવી હતી. જેમાં કોરોનાકાળમાં મોટા જથ્થામાં લાકડાનું દાન આપનાર દાતાઓ, સાંસદ પરિમલભાઇ નથવાણીના માધ્યમથી રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સંસ્થાને દર મહિને રૂપિયા ત્રણ લાખની આર્થિક સહાયતાનો ઉલ્લેખ કરી આભારની લાગણી વ્યકત કરી હતી. આ સંસ્થા દ્વારા અંતિમ યાત્રા બસ સિવાય કોઇપણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી. મોક્ષ મંદિર સામે જ વૃક્ષો- ફુલ ઝાડ સાથે બાળ ક્રિડાંગણ, બાળ સ્મશાન, ઇલેકટ્રીક ભઠ્ઠી તેમજ ગેસ ભઠ્ઠી મારફત અગ્નિદાહની સુવિધા, હરતું ફરતું દવાખાનું વગેરે સેવાકાર્યો ચાલી રહ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું.

તેમના પુત્ર સ્વ. ગુંજનની સ્મૃતિ માટે મોક્ષ મંદિરમાં શિવજીની પ્રતિમા અને સંસાર ચક્ર પ્રસ્થાપિત કરવાની પરિવારની ઇચ્છાપૂર્તિ થઇ તે માટે મોક્ષ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓનો ઋણ સ્વિકાર કર્યો હતો. આ સેવાકાર્ય ગુંજનના બચતની રકમમાંથી જ થયા હોવાનું તેમણે જણાવ્યું હતું.

- Advertisement -

આ કાર્યક્રમમાં કો.કો.બેંકના ડાયરેકટર અને ખીલોસ જૈન સમાજના પ્રમુખ વિજયભાઇ સંઘવીએ પ્રાસંગિક પ્રવચન કરી ગુંજનને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

શહેરના વરિષ્ઠ એડવોકેટ ભરતભાઇ સુખપરિયા તથા કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના પ્રમુખ કરશનભાઇ ડાંગરે તેમના વકતવ્યમાં જણાવ્યું હતું કે, આવા સત્કાર્યો કરવાની પ્રેરણા અને ચેતના ગુંજનના પવિત્ર આત્મા જ આપે છે. ગણાત્રા પરિવારે કારમો આઘાત સહન કર્યો છે અને ગુંજનની પાવન સ્મૃતિને કાયમી રાખવાનું સત્કાર્ય કર્યું છે.

- Advertisement -

શહેરની 5-નવનતપુરીધામના આચાર્ય કૃષ્ણમણીજી મહારાજે તેમના આશિર્વચનમાં જણાવ્યું હતું કે ગણાત્રા પરિવારે ગુંજનના સ્મરણને સદૈવ માટે સ્થાપિત કર્યું છે. હાલ કોરોના મહામારી સહિત લોકો માટે ખૂબ જ કપરો સમય ચાલી રહ્યો છે ત્યારે આ સમયે બનતી ઘટનાઓનો સ્વીકાર કરવો જ રહ્યો. પરિવારમાંથી સ્વજનની વિદાય થાય ત્યારે ચોકકસ દુ:ખ થાય, પણ તેને નિમિત્ત બનાવી લોક કલ્યાણનું પૂણ્યનું કાર્ય થાય તો દુ:ખ હળવું થાય છે. આચાર્ય કૃષ્ણમણી મહારાજે ગિરીશભાઇ ગણાત્રા પરિવારના સત્કાર્યોને બિરદાવી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં.

આ કાર્યક્રમમાં આણદાબાવા સેવા સંસ્થાના મહંત પૂ. દેવ પ્રસાદ મહારાજના પ્રતિનિધિ ચિરાગભાઇ પટેલ, કડવા પટેલ સેવા સમાજના પ્રમુખ કેતનભાઇ માટલીયા, મનપા સ્થાયી સમિતીના અધ્યક્ષ મનીષભાઇ કટારીયા, શહેરના યુવા ઉદ્યોગપતિ કૃષ્ણરાજ લાલ, રિલાયન્સના અધિકારી આશીષ ખારોડ, નયારા એનર્જીના પ્રફુલ્લ ટંકારીયા તથા ગણાત્રા પરિવારના સભ્યો, નગરના અગ્રણીઓ, મોક્ષ મંદિરના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતાં.

આ કાર્યક્રમમાં મંચસ્થ સંત તેમજ શહેરના શ્રેષ્ઠીઓને મોક્ષ મંદિર ટ્રસ્ટની સેવાકિય પ્રવૃતિની તસ્વીરી ઝાંખી કરાવતી સ્મૃતિભેટ સંસ્થાના પ્રમુખ કનકસિંહ જાડેજા, માનદ્ મંત્રી ધીરૂભાઇ પાટલીયા, કોષાધ્યક્ષ ગિરીશભાઇ ગણાત્રા તથા ટ્રસ્ટીઓ મહેન્દ્રભાઇ ખાંટ, ખૂમાનસિંહ સરવૈયા, પરેશભાઇ વાઘાણીના હસ્તે અર્પણ કરવામાં આવી હતી.
કાર્યક્રમના અંતમાં આભારદર્શન સંસ્થાના ટ્રસ્ટી ખુમાનસિંહ સરવૈયા અને સંચાલન બિમલ ઓઝાએ કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular