સુરતના રિંગરોડ પર બેંકની દિવાલ પર લગાવાયેલા કાચના એલિવેશનના કાચને પક્ષીઓ આકાશ સમજી બેઠા હતા. અને જોરથી કાચ સાથે અથડાતા રોઝી સ્ટર્લિંગ બર્ડના ટોળાના સામુહિક મોત થયા છે. અબોલ પક્ષીઓ એલીવેશનના કારણે ભ્રમિત થઇ ગયા અને આ દુર્ઘટના સર્જાઈ હતી. આ સમગ્ર ઘટનાના અકલ્પનીય સીસીટીવી સામે આવ્યા છે.
#SURAT #birds #viralvideo #khabargujarat
સુરતના રિંગરોડ પર બેંકની દિવાલ પરના એલીવેશનને આકાશ સમજી બેઠા પક્ષીઓ અને તેની સાથે અથડાતા મોત
for more details visit our website https://t.co/jxHjz0XLDS pic.twitter.com/Ywhd4WupDG
— Khabar Gujarat (@khabargujarat) February 4, 2022
રિંગરોડ ખાતે સુરત ડિસ્ટ્રીક્ટ કો. ઓ.બેંકનું હેડ ક્વાટર આવેલું છે. ત્યાં એલીવેશન લગાવેલ છે. અને પક્ષીઓનું ટોળું તેના સાથે અથડાઇને નીચે પડતા કર્મચારીઓ પણ ચોકી ઉઠ્યા હતા. અત્યંત ઝડપથી ઉડતા આ પક્ષીઓ એકા એક બિલ્ડિંગના એલિવેશનની ગ્લાસની દિવાલમાં મી૨૨ ઇમેજ હોવાથી આકાશનું પ્રતિબિંબ પડતું હોય પક્ષીઓ ખુલ્લુ આકાશ સમજી ઝડપથી ઊડતા આ ઘટના બની હતી.