લાલપુર તાલુકાના જોગવડ પાટીયા પાસે રહેતા વૃદ્ધ નદીમાં ન્હાવા પડતા પાણીમાં ડૂબી જતા સારવાર દરમ્યાન મૃત્યુ નીપજયાનું તબીબોએ જાહેર કરતા પોલીસ દ્વારા મૃતદેહને પી.એમ. માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, મૂળ દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના ભરતપુરના અને લાલપુર તાલુકાના જોગવડ પાટીયા પાસે રહેતા મનોજભાઈ માલદેભાઈ સાદીયા (ઉ.વ. 65) નામના વૃદ્ધ શુક્રવારે નદીના પાણીમાં ન્હાવા પડતા પાણીમાં ડૂબી જતા 108ને જાણ કરવામાં આવતા 108ની ટીમે જામનગર ની જી.જી.હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન ફરજ પરના તબીબોએ મૃત્યુ નીપજ્યાનું જાહેર કર્યું હતું. અ અંગે કેતનભાઈ બાબુભાઈ સાદીયા એ જાણ કરતા હે.કો વી.સી.જાડેજા સહિતના સ્ટાફે મૃતદેહ નો કબજો સંભાળી મૃતદેહને પી.એમ. માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.