કાલાવડ તાલુકાના પાતા મેઘપર ગામમાં રહેતા યુવાન ખેતરમાં મગફળી કાઢતા સમયે થ્રેસર ઉપરથી પડી જતાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના પાતા મેઘપર ગામમાં રહેતા અને ખેતી કરતા જયેશ રણછોડભાઈ ઠુમ્મર (ઉ.વ.42) નામનો યુવાન રવિવારે સાંજના ચાર વાગ્યાના અરસામાં તેના ખેતરે થ્રેસર ઉપર મગફળી કાઢતા સમયે અચાનક થ્રેસર ઉપરથી નીચે પડી જતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની હાર્દિક ઠુમ્મર દ્વારા જાણ કરાતા હેકો આર.વી. ગોહિલ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.