ખંભાળિયા તાલુકાના તથિયા ગામમાં રહેતો ખેડૂત તેના ખેતરે કપાસમાં પાણી વારતો હતો તે દરમિયાન સ્ટાર્ટર કેબલમાં અડી જતાં વીજશોક લાગતા બેશુદ્ધ થઈ જવાથી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, ખંભાળિયા તાલુકાના તથીયા ગામે રહેતા રણમલભાઈ કાનાભાઈ પિંડારિયા નામના એક ધરતીપુત્ર પોતાની વાડીએ કપાસમાં પાણી વારતા હતા, ત્યારે આ વાડીમાં રહેલા સ્ટાર્ટર કેબલમાં તેમને જોરદાર વિજ કરંટ લાગતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ લખમણભાઈ પિંડારીયા દ્વારા કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ પહોંચ જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.