લાલપુર તાલુકાના ઝાખર ગામ જવાના માર્ગ પરથી પૂરઝડપે આવતી કારે બાઈકસવારને ઠોકર મારી હડફેટે લેતા યુવાનનું મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના ઝાખર ગામ તરફ જવાના રસ્તે પઠાપીરની જગ્યા પાસેના માર્ગ પરથી પસાર થતી પૂરઝડપે બેફીકરાઈથી આવતી જીજે-10-સીજી-1194 નંબરની સ્વીફટ કારના ચાલકે જીજે-37-એ-4616 નંબરના બાઈકસવાર ધરમવિરસિંહ નવલસિંહ ચુડાસમા નામના યુવાનને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં યુવાનને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના કાકા ગુમાનસિંહ ચુડાસમા દ્વારા જાણ કરાતા પીએસઆઈ કે.આર. સિસોદિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી કારચાલક વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઝાખરના માર્ગ પર સ્વીફટ કારે ઠોકરે ચડાવતા બાઈકસવારનું મોત
મંગળવારે સાંજના અકસ્માત : પોલીસ દ્વારા કારચાલક વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી