જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતી યુવતી તેના ઘેર બાથરૂમમાં પટકાઈ જતા ગંભીર ઈજા પહોંચવાથી સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું છે. જેના મૃત્યુ પછી મૃતકના પરિવારજનો દ્વારા જામનગરની જી.જી.હોસ્પિટલમાં ચક્ષુદાન કરાવાયું છે.
આ બનાવ ની વિગત મુજબ, જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 54 માં રહેતી આરતીબેન દિલીપભાઈ ભૂત (ઉ.વ.24) નામની યુવતી તેના ઘરે સોમવારે બપોરના સમયે ન્હાવા જતા બાથરૂમમાં પડી જવાથી હેમરેજ સહિતની ઇજા થતા સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજયું છે. આ બનાવ અંગે મૃતકની બહેન રીમાબેન ભૂત દ્વારા જાણ કરતાં હેકો એમ.એન. ગોગરા તથા સ્ટાફે જી.જી. હોસ્પિટલે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક યુવતીનું તેણીના પરિવારજનો દ્વારા જામનગરની જી.જી હોસ્પિટલની આઈ બેંકમાં ચક્ષુદાન કરવામાં આવ્યું હતું.