જામનગર શહેરમાં અગાઉની કોર્ટ મેટર બાબતે અદાલતમાં ફરિયાદ કરવા જઈ રહેલી મહિલાને કાલાવડમાં રહેતી મહિલાએ જેમ ફાવે તેમ અપશબ્દો બોલી અમારા વિરૂધ્ધ ફરિયાદ કરવા આવી છો તો જીવતી પહોંચવા નહીં દઉ તેમ ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરના રણજીતનગર વિસ્તારમાં રહેતાં સુનીતાબેન દામા નામની મહિલા અગાઉની કોર્ટ મેટર બાબતે કાલાવડ કોર્ટમાં નવાગામના ભરત દેવશી રાઠોડ અને દયાબેન મકવાણા વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરાવવા માટે ગયા હતાં ત્યારે દયાબેન મકવાણા નામની મહિલાએ સુનિતાબેનને જાહેરમાં જેમ ફાવે તેમ અપશબ્દો બોલી ‘તું કેમ અમારા વિરુધ્ધ ફરિયાદ કરવા આવી છો ? હું તને માર મારી અને જામનગર જીવતી નહીં પહોંચવા દઉ’ તેમ કહી પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે સુનિતાબેન દ્વારા જાણ કરાતા કાલાવડના હેકો વી ડી ઝાપડીયા તથા સ્ટાફે દયાબેન વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.