આજે રોજ જામનગરમાં શ્રાવણ મહિનાના છેલ્લા સોમવાર અને અમાસના રોજ વિવિધ શિવાલયોમાં મહાદેવને અદ્ભુત શણગાર કરવામાં આવ્યા છે. શહેરના પંચેશ્વર ટાવરમાં આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં બરફના શિવલીંગ તેમજ રાજપાર્ક વિસ્તારમાં આવેલ સુખનાથ મહાદેવ મંદિરે જંગલ થીમ પર મહાદેવને શણગાર કરીને બરફની શિવલિંગ બનાવવામાં આવી છે. મોટી સંખ્યામાં શિવભક્તો મહાદેવના દર્શનાર્થે પહોચ્યા છે.