View this post on Instagram

પોરબંદરથી લાલપુર તરફના હાઈવે પર ભાણવડ નજીક ધારાગઢના પાટીયા પાસે વાહનો ચાલકો વીજ તંત્રની બેદરકારીના કારણે પરેશાન થયા છે. અને હાઈવે પરથી પ્રસાર થતા વાહનો જોખમ સાથે માર્ગ પરથી જવા માટે મજબુર બન્યા છે. ધારાગઢના નજીક હાઈવે પર રોડની ઉપરની તરફ લટકતો જીવતો વીજ વાયર એટલી હાઈટ પર નીચે આવી ગયો, મોટા વાહનોને પ્રસાર થવા માટે પહેલા કેટલાક લોકો લાકડી કે પ્લાસ્ટીકનો પાઈપ વડે વાયર ઉચો કર્યા બાદ જ માર્ગ પરથી પ્રસાર થઈ શકે. હાઈવે પર બસ કે કોઈ મોટા વાહનને પ્રસાર થવુ વીજ વાયરના કારણે મુશકેલ બન્યુ છે. માર્ગ પરથી જેટલા વાહનો પ્રસાર થયા તે પહેલા વાયર ઉચો કરીને બાદ જ વાહન નિકળી શકે. વીજ વાયર વાહને અડે કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ હાઈવે પર હજારો વાહનોની અવર-જવર રહેતી હોય છે. ત્યાં આ પ્રકારની વીજ તંત્રની બેદરકારીથી વાહનચાલકો પરેશાન થયા છે. વાહન ચાલકો જોખમી સવારી કરીને માર્ગ પ્રસાર કરવા માટે મજબુર બન્યા છે. વીજ તંત્ર કોઈ અકસ્માત બને તે યોગ્ય કામગીરી કરે તેવી લોકમાંગ ઉઠી છે. પોરબંદર-ભાણવડ-લાલપુર- અને જામનગરને જોડતો મુખ્ય હાઈવે પરથી મોટી સંખ્યામાં વાહનો પ્રસાર થતા હોય છે. વીજ તંત્રને અકસ્માત બને તે પહેલા ધ્યાને આવે માર્ગમાં વચ્ચે લટકતા વાયરને ત્યાંથી દુર કરીને યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે. સોશિયલ મીડિયામાં હાઈવે પર જોખમ સાથે વાહન પ્રસાર થતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. તે માટે વીજતંત્ર સામે લોકો રોષ વ્યકત કરી રહ્યા છે.